પોલીસ અધિક્ષક, અમરેલી
http://www.spamreli.gujarat.gov.in

પોલીસ બંદોબસ્‍ત

7/2/2022 1:29:32 PM

પોલીસ બંદોબસ્‍ત

 પોલીસ બંદોબસ્તના ચાર્જીસ વસૂલ લઈ નીચે જણાવેલ કેસોમાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે

સામાન્ય સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાના હિતમાં પોલીસ અધિક્ષકશ્રી કે ઉપરી અધિકારીશ્રીને જરૂર જણાય ત્યારે કોઈ પણ સંસ્થા કે પક્ષકારને વિના મૂલ્યે પોલીસ બંદોબસ્ત/રક્ષણ ફાળવવામાં આવે છે. નબળા વર્ગોને રક્ષણ આપવું જરૂરી જણાતાંની સાથે તુરંત ફાળવવામાં આવે છે. અંગત અદાવત કે ઝઘડાની વિગત ઘ્યાન પર આવતાંની સાથે જરૂરીઅટકાયતી પગલાં લેવામાં આવે છે. આમ છતાં કોઈ પક્ષકારની રક્ષણની માગણી હોય તો સંજોગોઘ્યાન પર લઈ બંદોબસ્ત ચાર્જ વસૂલ કરી રક્ષણ આપી શકાય છે. આ માટે સંબંધિત પક્ષકારનીઅરજી આધારે પોલીસ અધીક્ષક સ્થાનિક પોલીસ સ્‍ટેશનનો અભિપ્રાય લઈ નિર્ણય કરે છે

સીમચોરી અને ભેલાણ અટકાવવા સારુ જરૂરિયાત મુજબ પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે.પાક રક્ષણ માટે પોલીસ બંદોબસ્તમાં ઘોડેસવાર અને ઊંટસવાર પોલીસ મૂકવામાં આવે છે, પરંતુ સીમ પેટ્રોલિંગમાં ઘોડેસવાર પોલીસ વધુ અસરકારક હોઈ કેટલાંક ગામોમાં તેનીસીમની રખેવાળી કરવાની સ્વૈચ્છિક વ્યવસ્થા માટે નાણાં ભરીને ઘોડેસવાર પોલીસ માગવામાંઆવે છે. જો કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં રોકાયા ઉપરાંત ઘોડેસવાર પોલીસ ઉપલબ્ધ હોય તો તે નાણાં વસૂલ લઈ ફાળવવામાં આવે છે. આ ફાળવણી સામાન્ય રીતે પૂરા મહિના માટેકરવામાં આવે છે. ઘોડાની ફાળવણી કરતી વખતે ઘોડાને રહેવાની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ થઈ શકે તેમ છે કે કેમ તે ચકાસવામાં આવે છે.

કોઈ પણ યુનિવર્સિટી, માઘ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા દરમિયાનકાયદો અને વ્યવસ્થાની જાળવણી સ્થળે પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે. જેનાં નાણાંવસૂલ લેવામાં આવતાં નથી, પરંતુ ચોક્કસ હેતુથી માગવામાં આવતી ગાર્ડ નાણાં વસૂલ લઈઆપવામાં આવે છે.

sઅ)      બેન્ક કે વેપારી દ્વારા મોટા પાયે નાણાંની હેરાફેરી માટે નિયત દરેનાણાં ચૂકવનારને હથિયારીરક્ષણ આપવામાં આવે છે

sબ)     ખાનગીસંસ્થા, બેન્કો વગેરેને સલામતી માટે પોલીસ ગાર્ડ ફાળવવામાં આવે છે. આ સંબંધિત સંસ્થાઓ પાસેથી તેઓને ફાળવેલ પોલીસ અધિકારી/કર્મચારીના પગાર-ભથ્થાંની રકમના બે ગણીરકમ એડ્વાન્સમાં વસૂલ લેવામાં આવે છે.

બેન્ક કે નાણાકીય સંસ્થાના વસૂલાત અધિકારી દ્વારા દાવાની બાકી રકમની વસૂલાતકરવા સારુ પોલીસ બંદોબસ્તના ચાર્જીસ વસૂલ લઈ હેડ ક્વાર્ટર અગર તો સ્થાનિક પોલીસસ્‍ટેશન તરફથી પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે.

થિયેટર, સિનેમાગૃહો, મનોરંજનના આવા સ્થળે ટ્રાફિક નિયમનની કામગીરી માટે ખાનગી વ્યક્તિ/સંસ્થા તરફથી બંદોબસ્ત જાળવવા માટે માગણી થયેથી પોલીસ અધિકારી/કર્મચારીની જેટલી સંખ્યામાં ફાળવણી કરવામાં આવે તે દરજ્જાના પોલીસ અધિકારી/કર્મચારીના દૈનિક પગાર-ભથ્થાં તરીકે ચૂકવવામાં આવતી પૂરી રકમ ફાળવેલ પોલીસ અધિકારી/કર્મચારીની સંખ્યાના પ્રમાણમાં ખાનગી વ્યક્તિ/સંસ્થા તરફથી પૂરેપૂરી વસૂલ કરવામાં આવે છે.

મિલકત અને જમીનના વિવાદ અનુસંધાને કોઈ પક્ષકાર દ્વારા સ્વરક્ષણ માટે પોલીસ માગવામાં આવે ત્યારે તેના કોર્ટ કેસ કે અન્ય અર્ધન્યાયિક સત્તા સમક્ષ ચાલતી કાર્યવાહીની વિગત ઘ્યાન પર લઈ સ્થાનિક પોલીસનો અમુક વ્યક્તિના રક્ષણ માટે પોલીસ પૂરી પાડવા અભિપ્રાય હોય તો મિલકતના કબજા બાબતે પોલીસ પક્ષકાર ન બને તે રીતે નાણાં ચુકવણીથી રક્ષણ આપી શકાય છે. આ પ્રકારનું પોલીસ રક્ષણ વ્યક્તિની સલામતી માટે જ  છે. અને કોર્ટના હુકમ વિના મિલકતના કબજા કરવા માટે જતી વખતે તે મળી શકે નહીં તેમ સમજવું. આ સંબંધે કોર્ટમાં કોઈ વિવાદ ચાલુ હોય તો રક્ષણ આપતાં પહેલાં જરૂર જણાય તો કાનૂની તજજ્ઞનો અભિપ્રાય પણ લેવામાં આવે છે.

નાણાં ચૂકવી આપવામાં આવતાં પોલીસ રક્ષણ સંબંધે તેના દર પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા વખતોવખત રિવાઇઝ કરવામાંઆવે છે.

 

 

તા.૦૧/૦૭/૨૦૧૯ થી મોંધવારી ભથ્થાનાં દરમાં વધારો થતા પોલીસ એસ્કોર્ટ ચાર્જના દરમાં થતા વધારાની વિગત દર્શાવતું પત્રક

અ.નં.

વિગત

ના..પો.અધિ. પગાર ૧૫૬૦૦.૩૯૧૦૦+ ગ્રેડ પે- ૫૪૦૦ (પ૬૧૦૦-૧૭૭૫૦૦)

પોલીસ ઇન્સ પગરા ૯૩૦૦.૩૪૮૦૦ગ્રેડ પે- ૪૬૦૦ (૪૪૯૦૦૧૪૨૪૦૦)

પોલીસ સબ ઇન્સ પગાર ૯૩૦૦.૩૪૮૦૦ ગ્રેડ પે -૪૪૦૦ (૩૯૯૦૦૧૨૬૬૦૦)

હે.કો. ગ્રેડ – ૧ પગાર ગ્રેડ પે- ૨૪૦૦ (૨૫૫૦૦-૮૧૧૦૦)

પોલીસ કોન્સ પગાર ૫૨૦૦.૨૦૨૦૦+(૧૮૦૦૦૫૬૯૦૦)

લેવલ

10

08

07

07

01

એવરેજ પગાર

116800

93650

83250

53300

37450

મોંધવારી ભથ્થુ (એવરેઝ પગાર ના ૧૭ ૫%)

19856

15921

14153

9061

6367

ખાસ વળતર ભથ્થુ

75

75

75

75

75

મકાન ભાડુ (જુના એવરેઝ પગાર+ ગ્રેડ પે ના ૧૦%)

3275

2665

2645

1510

1450

સાયકલ એલાઉન્સ

-

-

-

20

20

મેડીકલ એલાઉન્સ

400

400

400

400

400

વોશીંગ એલાઉન્સ

40

40

40

25

25

ફીયાસીસ કન્સેશન

-

-

-

-

-

૧૦

એકાઉન્ટ્રીમેન્ટ ચાર્જીસ

-

-

-

-

-

૧૧

એમ્યુનેશન ચાર્જીસ

-

-

-

-

-

 

કુલ ખર્ચ

140446

112751

100563

64376

45772

૧૨

પેન્શન કન્ટ્રીબ્યુશન (એવરેઝ પગાર+ ગ્રેડ  પે ના ૯.૫ %)

11096

8897

7909

5064

3558

૧૩

લીવ કન્ટ્રીબ્યુશન (ખર્ચનાં ૧૨.પ%)

17556

14094

12570

8047

5722

૧૪

સુપરવિઝન ચાર્જ (ખર્ચના ૬%) 

8427

6765

6034

3863

2746

 

કુલ ખર્ચ

177525

142507

127076

81350

57798

 

નવા સુધારેલા દરના એસ્કાર્ટ ચાર્જના આઠ કલાકની વસુલાત બાબતેનું પત્રકઃ-

 

૩૧ દિવસનાં માસ માટે

5727

4597

4099

2624

1864

૩૦ દિવસનાં માસ માટે

5918

4750

4236

2712

1927

૨૯ દિવસના માસ માટે

6122

4914

4382

2805

1993

૨૮ દિવસના માસ માટે

6340

5090

4538

2905

2064